Blog
આપણા સમાજની વેબસાઈટ
TUSHAR PRAVINCHANDRA KHATRI, 03 SEP 2016
વર્ષો પહેલાં 1991માં આપણા સમાજના દીર્ઘદ્રષ્ટા વડીલોએ જમાનાને અનુરૂપ આપણા સમાજમાં ભારતમાં વસવાટ કરતાં જ્ઞાતિજનોની વિગત સરળતાથી પરિવાર પરિચયના પુસ્તકના માઘ્યમથી મળી રહે તે માટે ખૂબજ સરાહનીય કામ કર્યુ હતું. જેને જ્ઞાતિજનોનો ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો હતો. ત્યારબાદ ર009માં પુનઃ એજ રીતના પરિવાર પરિચય પુસ્તકની બીજી આવૃત્તિ ચીખલી ખાતે જયારે શ્રી ક્ષત્રિય સમસ્ત કેન્દ્રીય પંચનું વડુ મથક હતું ત્યારે તત્કાલિન ટીમ તરફથી સમાજના ચરણોમાં મુકવામાં આવી હતી જેને પણ ખૂબજ સારો પ્રતિસાદ સાંપડયો હતો. આ બંને પરિવાર પરિચય પુસ્તિકો તૈયાર કરનાર સમાજના કાર્યકરોને લાખ-લાખ સલામ.
આ પરિવાર પરિચયના વિકલ્પ તરીકે સમાજની વેબસાઇટ હોય તો તેમાં પરિવાર પરિચય સિવાયની પણ બીજી સમાજ ઉપયોગી ઘણી બધી માહિતી મળી રહે તેવા શુભ આશયથી ગયા જુન-જુલાઈ ર016 દરમ્યાન ફેસબુક ઉપર આપણા સમાજનું KSHATRIYA SAMAJ ગૃપ ઉપર અમારી ટીમના સભ્ય શ્રી મેહુલ રમણલાલ ચૌહાણ(વલસાડ)ને એક વિચાર આવ્યો કે હાલના ટેકનોલોજીના આધુનિક યુગમાં આપણા સમાજની વેબસાઈટ બનાવીએ તો કેમ ? એ રીતનો વિચાર વહેતો મુકતા ફકત બે કલાકમાં જ ગૃપના સભ્યો તરફથી વેબસાઈટ બનાવવી જ જોઈએ એવો હકારાત્મક પ્રતિભાવ મળતા શ્રી મેહુલભાઈ સાથે અરસ-પરસ અમારી ચારે જણાની લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણાઓ ચાલી જેમાં એ વાત પણ થઈ કે આપણા સમાજની દેશ-પરદેશમાં આમ તો આવી ઘણી વેબસાઈટો છે પરંતુ તે વેબસાઈટોમાં ફકત જે તે દેશ પૂરતી જ મર્યાદિત વિગતો મળે છે જેથી પૂરોપુખ્ત વિચારણાને અંતે અમોએ આપણા સમાજની આ વેબસાઈટ બનાવવાનું નકકી કર્યુ કે જેમાં સમગ્ર વિશ્વમાં વસતા જ્ઞાતિજનોની બધીજ માહિતી એક જ વેબસાઈટમાં ઉપલબ્ધ થાય તે રીતનું આયોજન કરવા વલસાડ ખાતે રૂબરૂ મળી પ્રથમ વેબસાઈટનું નામ કયું રાખીએ કે જે સૌ જ્ઞાતિજનો માટે યાદ રાખવું સરળ પડે તે મુજબના નામો વિચારી ઓનલાઈન નામ(Domain) ઉપલબ્ધ છે કે કેમ ? તે ચેક કરતાં-કરતાં છેલ્લો WWW.KHATRIWORLD.COM નામ ઉપલબ્ધ મળતાં બીજે જ દિવસે એ નામ (Domain) બુક કરાવી દીધું. આમ, આપણા સમાજની વિશ્વના ખૂણે-ખૂણે વસતા તમામ ક્ષત્રિય સમાજના જ્ઞાતિજનો માટે ઉપયોગી થઈ શકે એવી વેબસાઈટ બનાવવાની કામગીરીના શ્રી ગણેશ થયા હતાં. આ વેબસાઈટ બનાવવા માટે અમોએ સમાજના જે-જે જ્ઞાતિજનો પાસે સાથ-સહકાર મેળવવા રૂબરૂ કે ટેલીફોનિક સંપર્ક કરતાં દરેક જ્ઞાતિજનોએ ખૂબજ ઉત્સાહપૂર્વક સાથ-સહકાર આપ્યો છે તેમજ આપણા સમાજની સામાજીક સંસ્થાઓ પાસે સહકાર મેળવવા પ્રયત્નો કર્યો ત્યારે બે-ત્રણ જ્ઞાતિ સંસ્થાઓ સિવાયની તમામ સામાજીક સંસ્થાઓએ અમારા આ કાર્યમાં ખૂબજ સરાહનીય સહયોગ આપ્યો છે જેની પ્રતિતિ તમોએ આ વેબસાઈટનું દર્શન કર્યુ ત્યારે તમોને ચોકકસ ખ્યાલ આવ્યો હશે કે સમાજની બે-ત્રણ સંસ્થા સિવાય તમામ સંસ્થાઓએ અમોને ઉમળકાભેર સાથ-સહકાર આપ્યો છે. (જ્ઞાતિજનોએ એક વાતની નોંધ લેવી કે શ્રી નવસારી ક્ષત્રિય પંચવાડી અને ખોડિયાર માતાજી ટ્રસ્ટ, નવસારી, શ્રી ક્ષત્રિય સમસ્ત પંચ, નવસારી તથા શ્રી ગણદેવી ક્ષત્રિય યુવક મંડળ, ગણદેવીની વિગતો અમારી પાસે 1 લી તારીખ પછી આવી હોવાથી અગાઉથી વેબસાઈટ લોન્ચીંગની 5મી તારીખ નકકી કરેલ હોવાથી વેબસાઈટ લોન્ચીંગ અંગેની અગત્યની કામગીરીના ભારણના કારણે આ ત્રણે સંસ્થાઓની વિગતો 5મી તારીખ બાદ વેબસાઈટ પર દેખાશે).
આપણા સમાજના વિશ્વના ખૂણે-ખૂણે વસેલા જ્ઞાતિજનોને આ વેબસાઈટના માઘ્યમથી દરેક ઉપયોગી માહિતીનો રસથાઈ આંગળીના ટેરવાની એક કલીકથી મળી રહે તે રીતનું આયોજન કરેલ છે. જેમ કે આપણા સમાજમાં સમગ્ર વિશ્વમાં કુલ કેટલા પરિવારો છે અને આપણા સમાજની કુલ વસ્તી કેટલી છે તે તાત્કાલિક માહિતી મળી રહે તે રીતનું આયોજન કરેલ છે. પરંતુ આ બાબત ત્યારે જ શકય બનશે જયારે આપણા સમાજના સમગ્ર વિશ્વમાં વસતાં જ્ઞાતિજનો પોતાના પરિવારની વિગતો Online અથવા મેન્યુઅલી ફોર્મ ભરીને અમોને મોકલી આપે. ઘણા જ્ઞાતિજનોને કદાચ એ વાતનો ડર હશે કે આપણા પરિવારની તમામ વિગતો જો આ વેબસાઈટમાં આપીએ તો આ ડેટાનાં દૂરઉપયોગ થવાના ભયના કારણે પોતાના પરિવારની વિગતો ન આપતા હોય તો એવા જ્ઞાતિજનોનું એક વાત તરફ ખાસ ઘ્યાન દોરવા માંગુ છું કે WORLD DIRECTORY ઓપ્શનમાં આ અંગે અમોએ એકદમ ગંભીરતાપૂર્વક વિચારીને સાવચેતીના ભાગરૂપે પરિવાર દીઠ એક USERNAME અને PASSWORD આપવાનું નકકી કરેલ છે. આમ, જે પરિવારો તરફથી પોતાના પરિવારની વિગતો E-MAIL એડ્રસ સાથે આ વેબસાઈટમાં આપી છે તેવા જ જ્ઞાતિજનોને હાલમાં USERNAME અને PASSWORD આપવામાં આવેલ છે. જેનાથી વેબસાઈટ પર ઉપલબ્ધ પરિવારોની વિગતો જોઈ શકાશે. જે પરિવાર તરફથી E-MAIL એડ્રસ વગર માહિતી આપવામાં આવી છે તેઓને વિનંતી કે તમારા પરિવારનું USERNAME અને PASSWORD જોઈતું હોય તો તમારા પરિવારના સભ્યો પૈકીના જેના E-MAIL એડ્રસ પર USERNAME અને PASSWORD જોઈતા હોય તે E-MAIL એડ્રસ પરથી પરિવારના વડીલનું નામ, ગામ, મોબાઈલ નંબર લખીને મોકલવાથી તેની ખરાઈ કર્યા બાદ USERNAME અને PASSWORD આપવામાં આવશે. આ સિવાય વેબસાઈટમાં જે કોઈ બાબતોનો સમાવેશ કરેલ છે તે તમો તમારી રીતે પોતે જોઈ શકો છો.
આ વેબસાઈટમાં સમાવેશ કરવામાં આવેલ બીજા બે મુદ્દાઓ અંગે થોડો ખુલાસો કરું છું કે BRIDE & GROOM વિભાગ ફકત એવા જ્ઞાતિજનો જ જોઈ શકશે કે જેમના પરિવારના કોઈ છોકરા કે છોકરીનું વેબસાઈટમાં ONLINE REGISTRATION કરાવ્યું હશે. આ બાબતે કદાચ ઘણા જ્ઞાતિજનો એવું કહેશે કે આ વિભાગ તમામ જ્ઞાતિજનો માટે ઓપન હોવો જોઈએ. આ અંગે જ્ઞાતિજનોને જણાવવાનું કે દરેક જ્ઞાતિજનો જોઈ શકે એવી સુવિધા રાખવામાં આવે તો આપણા સમાજના ઘણા એવા પરિવારો છે કે જેમને પોતાના સંતાનોના બાયોડેટા આપવામાં સંકોચ થતો હોય છે પરંતુ એવા જ જ્ઞાતિજનો આવા માઘ્યમનો લાભ લેવા પ્રથમ ક્રમે આવી જતા હોય છે. આ કારણે જે પરિવારના છોકરા કે છોકરીના બાયોડેટા ONLINE REGISTRATION ન કરાવેલ હોય તેવા કોઈ જ્ઞાતિજનો આ વિગતો જોઈ શકે નહિં એવું આયોજન છે. આ વિભાગમાં પ્રથમ ONLINE REGISTRATION કરાવ્યા બાદ વેબસાઈટ પરથી અલગથી USERNAME અને PASSWORD આપવામાં આવશે જેનો ઉપયોગ કરીને જ આ વિભાગ જોઈ શકાશે. આ વિભાગમાં રજીસ્ટ્રશન કરાવનારની વિગતો 48 કલાક સુધીમાં અમારા તરફથી એપ્રુવ કર્યેથી BRIDE & GROOM વિભાગના રજીસ્ટર મેમ્બરો જ જોઈ શકશે.
આજ પ્રમાણે BLOG વિભાગમાં પણ જે કોઈ જ્ઞાતિજન BLOG લખવા માંગતા હોય તો તે જ્ઞાતિજને WORLD DIRECTORYમાં પોતાના નામની સામે E-MAILની વિગત આપેલ હશે તેવા જ્ઞાતિજનો જ BLOG લખી શકશે. આ અંગે પ્રથમ WRITE BLOG ઉપર કલીક કરવાથી LOGIN પેઈજ ઓપન થશે જેમાં જમણી બાજુ નીચે CREATE AN ACCOUNT ઉપર કલીક કરવાથી REGISTRATION પેઈજ ઓપન થશે જેમાં તમારા નામની સામે WORLD DIRECTORY માં આપવામાં આવેલ E-MAIL લખી આપની પસંદગીનો PASSWORD આપી નીચે ડિસ્પ્લે કરવામાં આવેલ નંબર VALIDATION CODE માં ટાઈપ કરી SUBMIT કરવાથી તમારું BLOG નું USERNAME અને PASSWORD બની જશે જે તમારા E-MAIL એડ્રસ ઉપર આવી જશે. જેનો ઉપયોગ કરી જયારે તમારે BLOG વિભાગમાં કંઈ લખવું હશે તે લખી શકશો જેને 48 કલાક સુધીમાં અમારા તરફથી એપ્રુવ કર્યેથી તમામ જ્ઞાતિજનો વાંચી શકશે. જે BLOG એપ્રુવ નહિં થશે તે BLOG દેખાશે નહિં જેની નોંધ લેશો.
અંતમાં અમારા આ સેવારૂપી મહાયજ્ઞમાં ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રેષ્ઠીઓ, જાહેરાત આપનારાઓ, સામાજીક સંસ્થાઓ, જ્ઞાતિ મુખપત્રોના પ્રકાશન મંડળો, પોતાના પરિવારની વિગતો વેબસાઈટમાં આપનારા જ્ઞાતિજનો તેમજ આ વેબસાઈટ બનાવવા અંગે પ્રત્યક્ષ કે પ્રરોક્ષ રીતે અમોને સાથ-સહકાર આપનાર નામી-અનામી જ્ઞાતિજનોનો અમો TEAM KHATRIWORLD.COM તરફથી હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. આશા રાખીએ છીએ કે આવો જ સાથ અને સહકાર સૌ જ્ઞાતિજનો તરફથી મળતો રહેશે એ અપેક્ષા સાથે પુનઃ સૌનો આભાર.
Tushar P. Khatri, Chikhli (Mobile - 9924274311)
Team Khatriwolrd.com
Add Comments