KhatriWorld

Download World Directory form SUN, 19 MAY 2024 | UPDATED ON 11 JUL 2023 AT 11:14 AM IST


Blog

આ એક મારો પ્રયાસ છે એક પિતા ની વેદના પુત્ર સુધી પહોંચે.

MEHUL RAMANLAL CHAUHAN, 17 SEP 2016

 

જ્ઞાતિજનો નમસ્કાર,

આજે જે વાત અહી રજૂઆત કરુ છુ આ વાત આપણા ખત્રી સમાજ ની અને એકદમ સત્ય વાત છે. થોડાક સમય પહેલા આપણા ખત્રી સમાજ માટે એક ફેસબુક ગૃપ મે સમાજ ના ભાઈચારા અને જ્ઞાતિજનો ને દરેક ગામ ના સમાચાર જાણી શકે એ હેતુસર બનાવ્યુ. આ વાત ફેસબુક ગૃપ મા લગભગ હજાર થી પંદર સો મેમ્બર હતા ત્યાર ની વાત છે. મારી દરરોજ ની ટેવ મુજબ સવારે જે જ્ઞાતિજન નો જન્મ દિવસ હોય એમ ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ પોસ્ટ કરુ છુ. તે દિવસે એક આપણા સમાજ ના વરિષ્ઠ વ્યકિત નો જન્મ દિવસ હતો. મે એમને જન્મ દિવસ નો કાડઁ સાથે મેસેજ પોસ્ટ કર્યો. મારી પોસ્ટ પછી સમાજ ના બીજા જ્ઞાતિજનો એમને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી. એ વરિષ્ઠ વ્યકતિ થોડાક સોશિયલ નેટવર્કિંગ ના જાણકાર હતા. એથી એમણે દરેક જ્ઞાતિજન નો શુભેચ્છાઓ બદલ આભાર વ્યક્ત કર્યો. એ વરિષ્ઠ વ્યકતિ મને આભાર કહેવા માટે બીજા જ્ઞાતિજન પાસે થી મારો મોબાઇલ નંબર મેળવી રાત્રે લગભગ આઠ વાગે ફોન કર્યો. પંરતુ હુ  મુસાફરી કરતો હોવા થી વાત ન થઈ શકી. વલસાડ પહોંચી એમને મે ફોન કર્યો. એમણે મારો આભાર માની ને રડવા લાગ્યા. રડવા નુ કારણ મે પુછયુ તો એમણે બધી હકીકત જણાવી. એ વ્યકતિ પોતાની પત્ની સાથે રહે તથા રિટાયર્ડ જીવન જીવી રહ્યા છે. એમના સંતાનો પરદેશ મા પોતા ના પરિવાર સાથે ખૂબ સુખ રહે છે. એમના હવે પછી ના શબ્દો સાંભળી ને મને પણ રડુ આવી ગયુ. આજે કેટલા વરસ થી એમના સંતાનો ન ફોન કે કોઈ સમાચાર. આજે કેટલાક વરસ પછી એમને કોઈ એ એમને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપી હોવા થી તે દિવસે ખૂબ ખુશ હતા અને દરેક નો આભાર  માનયો.


મિત્રો આ વરિષ્ઠ વડીલ નુ નામ જાહેર ન કરી શકુ કારણ કે આપણા પાંચ ગામ મા એમનુ નામ ખુબ જાણીતુ છે. આ વાત એમની જોડે વાત કરી એમની મંજુરી લઇ નામ ન જાહેર કરવા ની શરતે અહી પોસ્ટ કરુ છુ.


દરેક મિત્રો ને વિનંતી માતા પિતા ને આદર આપો. આજે આપણે જે કંઇ છે એમના થી છે. આ વાત થી કોઈ નુ દિલ દુભાય તો માફ કરશો. આપણા ખત્રી સમાજ મા આ બનાવ બને એ ખુબ જ અયોગ્ય અને દુઃખ ની વાત છે.

Comments


Add Comments
Copyright © - khatriworld.com. All Rights Reserved.